ભરૂચ જીલ્લામાંથી પસાર થતી નર્મદા નદીના કિનારા વિસ્તારમાં રેતી ખનન અંગેના કૌંભાડ ચાલી રહ્યા છે. ખનીજ શાખાને મળતી બાતમીના આધારે, રેતી ખનનના કૌભાંડ વિશે ખનીજ શાખા દ્વારા રેડ કરવામાં આવી હતી જેમાં જેસીબી અને હિટાચી જેવા મશીનો અને ડમ્પર જપ્ત કરવામાં આવ્યા હતા.
ભૂસ્તર શાસ્ત્રી કેયુર રાજપરના જણાવ્યા અનુસાર, આશરે રૂપિયા 60 લાખ કરતા વધુની મતા જપ્ત કરવામાં આવી છે. આ વિસ્તારમાં રેતી ખનન અંગેની પરમીટ આપવામાં આવી છે. પરંતુ આ ખનન કાયદેસરનું છે કે કેમ, તેની ચકાસણી કર્યા બાદ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેમ પણ ભૂસ્તર શાસ્ત્રીએ જાણાવ્યું હતું.
સરદાર બ્ર્રીજ નીચે મળેલ બાતમીના આધારે ખાણ અને ખનીજ શાખા દ્વારા રેડ કરવામાં આવી હોવાની વાત વાયુ વેગે સમગ્ર જીલ્લામાં પસરી ગઈ હતી. જેથી ગેર-કાયદેસરની રેતી ખનન કરનારાઓમાં પણ ફડફડાટ ફેલાઈ ગઈ હતી. તેમજ કેટલાક રેતી માફિયાઓ નાસી ગયા હોવાનું પણ જાણવા મળેલ છે.(ફાઈલ ફોટો)
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500