ઝઘડિયા પોલીસ સ્ટાફનાં માણસો શનિવારે ઝઘડીયા જીઆઇડીસી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ફરતા ફરતા ધારોલી ચોકડી આવતા તેમને ખાનગી રાહે બાતમી મળી હતી કે, હિતેશ બકોરભાઈ પટેલ અને તેના માણસો આકાશ ટાઇલ્સ કંપની ઉપર રેકી કરી તેમના મળતીયા માણસો દ્વારા બંધ કંપનીમાંથી દિવસના સમયે ગેસ કટર વગેરે સાધનો વડે સ્ક્રેપ તથા મોટરો અને કિંમતી મશીનરી વગેરે સામાન કાપી તેની ચોરી કરી કરાવી બાલવીર નામના માણસ (રહે.અંકલેશ્વ)ની સાથે સંપર્કમાં રહી આઇસર ટેમ્પામાં સામાન ભરાવી લઈ જાય છે અને આ બાબતે હીતેશ બકોરભાઈ પટેલના રેકી કરે છે તેવી બાતમી મળી હતી.જે બાતમીનાં આધારે ઝઘડિયા પોલીસે બાતમી વાળી જગ્યાએ જઈ આકાશ ટાઇલ્સ કંપનીમાં જતા ત્યાં કેટલાક ઇસમો બેટરી ટોર્ચ અને મોબાઈલ ટોર્ચના પ્રકાશ પાડી ટેમ્પામાં સ્ક્રેપ ભરી રહેલ હતા અને સ્ક્રેપ ભરવાનો અવાજ સંભળાતો હતો, જેથી પોલીસે ટેમ્પા નજીક જઈને કોર્ડન કરી ચોરી કરનાર ઈસમોને પકડવા જતાં 4-5 જેટલા ઈસમો ભાગી ગયેલ હતા અને રાકેશ કુમાર, ઘનશ્યામ શ્રીકૃષ્ના, રોહિત શિવ પ્રસાદ અને વાજીત નાસીર શાહ નામના ઈસમોને પોલીસ રેડમાં ઝડપી પાડ્યા હતા. પોલીસે ચોરી સહિત 1 હજાર કિલો જેટલું સ્ક્રેપ, આઇસર ટેમ્પો તથા 3 નંગ મોબાઈલ મળી કુલ રૂપિયા 5.30 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. બનાવ અંગે ઝડપાયેલા ઈસમો વિરુદ્ધ ઝઘડિયા પોલીસ મથકમાં ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application