Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ભરૂચનાં હલદરવ ગામના સીમમાં આવેલ જી.ઈ.બી.ના કમ્પાઉન્ડમાંથી સામાનની ચોરી થતા પોલીસ ફરિયાદ

  • October 25, 2021 

ભરુચનાં હલદરવ ગામની સીમમાં ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડનું સબ સ્ટેશન આવેલું છે જ્યાં સબ સ્ટેશનના કમ્પાઉન્ડમાં આઇસો લેટર સહિતનો સામાન મૂકવામાં આવ્યો હતો. જોકે, ગત તા.27મી ઓગસ્ટથી તા.4 ઓકટોબર સુધીમાં અજાણ્યા તસ્કરો ત્રાટક્યા હતા અને કમ્પાઉન્ડમાં રહેલ આઇસો લેટર સહિતના સામાન માંથી 33.30 લાખથી વધુના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. બનાવ અંગે જીઈબીના જુનિયર એંજિનિયર વર્ષાબેન સુરેન્દ્રસિંહ વાસદીયાને સામાન ઓછો જણાતા તેઓને ચોરી થઈ હોવાનું માલૂમ પડતાં તેઓએ ચોરી અંગે નબીપુર પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application