અંકલેશ્વરનાં એક ગામ માંથી વીજ ટ્રાન્સફોર્મર તોડી પાડી 65 હજાર કોપરની ચોરી થતાં પોલીસ ફરિયાદ કરાઈ હતી. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, અંકલેશ્વર તાલુકાના અંદાડા ગામની સીમમાં વીજ નિગમ દ્વારા ખેતી વિષયક વીજ લાઇન પર એગ્રીકલ્ચર માટે જરૂરી ખેડૂતોની જરૂરિયાત આધારે વીજ ટ્રાન્સફોર્મર મુકવામાં આવ્યા છે.
જે પૈકી રમેશ આહીર અને ગંગાબેન રાયજી ભાઈ પટેલના ખેતર આગળ મૂકવામાં આવેલા વીજ ટ્રાન્સફોર્મર કોપર ચોરોએ તોડી પાડ્યા હતા. જોકે ચાલુ લાઇન પરથી વીજ ટ્રાન્સફોર્મર નીચે પાડી તસ્કરો તેનો સ્ટડ તોડી નાખ્યો હતો. તેમજ ઓઇલ કાઢી અંદર રહેલા કોપર કોઇલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.
જેથી બનાવ અંગે વીજ નિગમ કચેરી ખાતે ફરિયાદ કરવામાં આવતા બીજ નિગમના નેહલભાઈ પટેલ દ્વારા સ્થળ તપાસ કરી આ અંગે શહેર પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે રૂપિયા 7,380/-ની નુકશાની તેમજ રૂપિયા 65,900/-ની કોપર કોયલની ચોરી મળી કુલ રૂપિયા 73,280/-ની ચોરી અને નુકશાનીની ફરિયાદ નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500