ભરૂચનાં મક્તમપુર તુલસીધામ વિસ્તારમાં આવેલી પુષ્પકુંજ સોસાયટીનાં મકાન નંબર-32માં જુગારધામ ચાલી રહ્યું છે, જે બાતમીનાં આધારે સી ડિવિઝન પોલીસે સ્થળ ઉપર રેડ કરતા સ્થળ ઉપરથી રોકડા 12 હજાર અને 4 નંગ મોબાઈલ મળી કુલ રૂપિયા 43 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. તેમજ જુગાર રમતા જુગારી મુકેશ વિહિતલાલ પારેખ, પંકજ રમણલાલ કાયસ્થ, યોગેશ સુરેન્દ્ર મોદી, રજુ સોમાભાઈ રાણા અને વિજય પટેલને ઝડપી પાડ્યો હતો.
જયારે બીજા બનાવમાં અંકલેશ્વરનાં કાપોદ્રા પાટિયા વિસ્તારમાં એપ્પલ પ્લાઝા સામે જુગાર રમતા 6 જુગારીયાઓને એલસીબી પોલીસે ઝડપી પાડ્યા હતા. ભરૂચ એલસીબી પોલીસ મથકનો સ્ટાફ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન બાતમી મળી હતી કે, કાપોદ્રા પાટિયા પાસે આવેલા એપ્પલ પ્લાઝા શોપિંગ સેન્ટર સામે રોડની બાજુમાં જુગાર ધામ ચાલી રહ્યું છે. જે બાતમીના આધારે પોલીસે રેડ કરી સ્થળ ઉપરથી રોકડા રૂપિયા 11 હજાર અને 5 નંગ મોબઈલ તેમજ રિક્ષા મળી કુલ રૂપિયા 58 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. તેમજ આદિત્ય નગર સોસાયટીમાં રહેતો જુગારી જગદીશ જગન્નાથ વાઘ, સંજય ગુલાબ પાટીલ, મહેન્દ્ર મોહન પટેલ, ક્રિષ્નાકુમાર આનંદકુમાર તિવારી, રાજેન્દ્ર રોહિદાસ કોલી અને ઉચ્ચપા લક્ષ્મણ ઈટેકરને ઝડપી પાડ્યો હતો. બનાવ અંગે પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500