બનાવની વિગત એવી છે કે, ભરૂચનાં વાલિયા તાલુકાનાં કોંઢ ગામના વેરાઈ માતાજીના મંદિર પાસે ઇક્કો કાર અને ગેસના સિલિન્ડર ભરેલ ટેમ્પો વચ્ચે અકસ્માત સર્જાતા એક વ્યક્તિને ગંભીર ઇજાઓ પહોંચી હતી. જ્યારે આ ઇક્કો કાર અંકલેશ્વર તરફથી ડેડીયાપાડા બાજુ જઈ રહી હતી તે દરમિયાન વાલિયા-અંકલેશ્વર માર્ગ ઉપર કોંઢ ગામ નજીક ઇક્કો કાર અન્ય વાહનની ઓવરટેક કરવા જતાં સામેથી ધસી આવેલ રિલાયન્સ ગેસ સિલિન્ડર ભરેલ ટેમ્પો નંબર જીજે/06/એક્સએક્સ/6260 સાથે કાર અથડાતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં કારમાં બેઠેલ એક વ્યક્તિને ગંભીર ઇજાઓ પહોંચી હતી જેથી તેને તાત્કાલિક સારવાર અર્થે કોંઢ ગામના સરકારી દવાખાને ખસેડવામાં આવ્યો હતો. જોકે ગેસના સિલિન્ડર ભરેલ ટેમ્પો હોવા છતાં કોઈ જાનહાની થઈ ન હતી જેથી કહી શકાય કે સદનસીબે એક મોટી દુર્ઘટના ટળી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application