ભરૂચમાં એક સાલ ગામ નજીક અજંતા ફાર્મા કંપની નજીકના બસ સ્ટેન્ડ પાસે બાઈક ચાલકને બસ ચાલકે અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઈક ચાલકનું મોત થયું હતું. જ્યારે અન્ય એક વ્યક્તિની હાલત ગંભીર છે. અકસ્માત સર્જાતા રાહદરીઓએ 108ની મદદથી ઇજાગ્રસ્તને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યાં હતા. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, ગુરૂવારે સવારના સમયે ભરૂચથી દહેજ તરફના એક સાલ ગામ નજીક ગંભીર અકસ્માત સર્જાયો હતો જેમાં બસ ચલાકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવી દેતા બાઈક ચાલકને અડફેટે લેતા બાઈક ચાલક જમીન પર પટકાતા બાઈક સવાર પૈકી એકનું ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું હતું અને અન્ય એકને માથા અને હાથ પગ પર ગંભીર ઈજાઓ પહોંચતા તેને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application