Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

અંકલેશ્વરના બાકરોલ બ્રીજ ઉપર લક્ઝરી ટ્રક પાછળ અથડાતા એકનું મોત

  • June 16, 2021 

અંકલેશ્વર હાઈવે પર બાકરોલ બ્રીજ પર સવારે લક્ઝરી બસના ચાલકે આગળ જતી ટ્રકને પાછળથી ટક્કર મારતા લક્ઝરી બસના કંડકટરનું ગંભીર ઈજાઓના કારણે મોત નીપજ્યું છે. જયારે લક્ઝરી બસનો ચાલક બસ મૂકી ભાગી છૂટ્યો હતો.

 

 

 

 

સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, અંકલેશ્વર રાષ્ટ્રીય ધોરી માર્ગ પર બાકરોલ બ્ર્રીજ ઉપર સવારે લક્ઝરી બસના ચાલકે પુર ઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી આગળ જતી ટ્રકને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં લક્ઝરી બસના કંડકટર કલ્પેશ નાગજીભાઈ બારીયાનું ગંભીર ઈજાઓને કારણે ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. આ અકસ્માતના કારણે લક્ઝરી બસના કેટલાક મુસાફરોને પણ નાની-મોટી ઈજાઓ થઈ હતી. જોકે, લક્ઝરી બસનો ડ્રાઈવર બસ સ્થળ પર મુકીને ભાગી છુટ્યો હતો.

 

 

 

 

આ બનાવ અંગેની જાણ અંકલેશ્વર રૂરલ પોલીસને થતા પોલીસ કર્મીઓ સ્થળ ઉપર આવી પહોંચી મૃતક કલ્પેશ બારીયાના મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડી લક્ઝરી બસના ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.       


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application