Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

મકાન માંથી વિદેશી દારૂનાં જથ્થા સાથે એક ઝડપાયો

  • November 27, 2021 

ભરૂચ પોલીસ સ્ટાફના માણસો માણસો પેટ્રોલિંગમાં હતા તે સમયે બાતમી મળી હતી કે, શહેરના રોટરી કલબ પાછળ આવેલા મારવાડી ટેકરા પર રહેતા કુખ્યાત બુટેલગર હનીફ ઉર્ફે હન્નુ મહેમુદ દીવાનના મકાનમાં અને કારમાં વિદેશી દારૂનો જથ્થો ભરેલો છે. જે બાતમીના આધારે તપાસ કરતા પોલીસને હનીફ ઉર્ફે હન્નુ મહેમુદ દીવાનના મકાન માંથી વિદેશી દારૂ અને બિયરની 1243 બોટલો મળી આવી હતી જેની કીંમત રૂપિયા 3,03,960/- અને કારની કિંમત રૂપિયા 3 લાખ અને મોબાઈલ મળીને કુલ રૂપિયા 6,04,460/-નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જોકે પોલીસે સ્થળ પર હાજર આરોપી રાજેન્દ્ર હીરાભાઈ મિસ્ત્રીની અટકાયત કરીને કાયદેસરની કાર્યવાહી કરી હતી. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application