અંકલેશ્વર નેશનલ હાઇવે સ્થિત બાકરોલ ગામની સીમમાં અંકલેશ્વર-સુરત જવાના ટ્રેક ઉપર લક્ષ્મી-2 કોમ્પ્યુટર વે-બ્રિજ પાસેના ગોડાઉનમાં અગાઉ પોલીસે દ્વારા સીઝ કરેલ બાયો ડીઝલના જથ્થાનું ગેરકાયદેસર વેચાણ થઈ રહ્યું છે જે બાતમીના આધારે ભરુચ એલસીબી પોલીસ સ્ટાફના માણસોએ રેડ કરી સ્થળ પર ટ્રક નંબર જીજે/17/યુયુ/0518માંથી બાયો ડીઝલ ભરતા ઝડપી પાડ્યું હતું. પોલીસને ગોડાઉનમાં તપાસ કરતાં નાની-મોટી ટેન્કમાંથી 5 હજાર લિટર બાયો ડીઝલનો જથ્થો મળી આવ્યો હતો.
પોલીસે જથ્થો ભરી આપતા ઈસમ નરપતસિંગ મિસરીમલ રાજપુરોહિતની પૂછપરછ કરતાં આ જથ્થો વિમલ પદ્મારામ રાજપુરોહિતે ભાડે જ્ગ્યા રાખી બાયો ડિઝલના જથ્થાનું વેચાણ કરતાં હોવાનું જણાવ્યુ હતું. આમ, પોલીસે 5 હજાર લિટર મળી કુલ 2.50 લાખનો મુદ્દામાલ કબ્જે કરી ગોપાલસિંહ પ્રહલાદસિહ રાજપુરોહિત, વિમલકુમાર પદ્મારામ રાજપુરોહિત અને નરપતસિંહ મિસરીમલ રાજપુરોહિત સહિત ચાર ઇસમો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application