જંબુસર તાલુકાના કારેલી ગામના ૭૫ વર્ષીય મનુભાઈ ગોરધનભાઈ પઢિયારના પિતાજી સ્વ.ગોરધનભાઈ પઢિયાર પણ દાંડીયાત્રામાં સામેલ થયા હતાં. મનુભાઈ રાજ્ય સરકાર પ્રેરિત દાંડી યાત્રા ગામમાં આગમન થતાં ખૂબ ખુશી અને ગર્વ અનુભવે છે. તેઓ જણાવે છે કે, તત્કાલીન વડાપ્રધાન ઈન્દિરા ગાંધીએ સ્વ. પિતાજીને અમદાવાદ ખાતે તામ્રપત્ર અર્પણ કરી આજીવન વર્ષાસન બાંધી આપ્યું હતું. મારા ઘરે આજે પણ આ તામ્રપત્ર સચવાયું છે.
પિતાજી અમને દાંડી યાત્રા અને ગાંધીજી સાથેની ઐતિહાસિક સમય પસાર કર્યો એના સંસ્મરણો અવારનવાર કહેતા. એ સમયે દાંડી યાત્રાના અનુભવો અંગેનું વર્ણન સાંભળી ખૂબ ગર્વની લાગણી થતી. જે આજે પણ યાદ કરૂં છું તો આંખો ભરાઇ આવે છે એમ તેઓ જણાવે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application