ભરૂચમાં નર્મદા નદી પર બેનલાં ફોર લેન બ્રીજના ભરૂચ તરફના વાડકટ કસકનાળા વાઇડનિંગની કામગીરી શરૂ કરવામાં આવી છે. જેના પગલે પહેલાં કસકથી સ્ટેશન તરફનો એક બાજુનો રસ્તો બંધ કરવામાં આવ્યો હતો. જોકે કામગીરીને હજી પણ 15 દિવસ માટે લંબાવવામાં આવતાં અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ જે. ડી. પટેલે સત્તાની રૂએ તા.29મી ઓક્ટોબરથી 12મી નવેમ્બર સુધી 15 દિવસ માટે કસક ગરનાળાને બંધ કરવા માટેનો હૂકમ કર્યો છે. ઉપરાંત વાહનોની અવરજવર માટે વૈકલ્પિક વ્યવસ્થા પણ કરવામાં આવી છે. જેના ભાગરૂપે આગામી તા.12મી નવેમ્બર સુધી ભરૂચ સીટીમાંથી આવતાં વાહનોએ સ્ટેશન સર્કલથી ગોદી રોડ થઇ પોલીટેક્નિક સ્કૂલથી ભૃગુઋષિ બ્રીજ થઇને શિતલ સર્કલ સુધી અવર-જવર કરી શકશે. કસક ગરનાળામાંથી સ્ટેશન સર્કલ તરફ જતો રસ્તો આ કામગીરી ચાલુ રાખવામાં આવ્યો છે. જેથી કસક સર્કલથી સ્ટેશન તરફનો વાહન વ્યવહાર ચાલુ રહેશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application