ભરૂચના નબીપુર ગામે બપોરના સમયે એક 3 વર્ષનો બાળક જેનું નામ મહમદ જેટ સિદ્દી ઘરની નજીકમાં રમી રહ્યો હતો. તે દરમ્યાન રખડતાં 3 થી 4 કૂતરાએ બાળક પર જીવલેણ હુમલો કર્યો હતો. બાળકને 50 મીટર દૂર ખેંચી ગયા હતા. બાળકના માથા તથા શરીરના અન્ય ભાગ પર કૂતરાઓએ બચકા ભર્યા હતા. જેમાં બાળકના પેટમાં ગંભીર ઇજાઓના કારણે પેટમાંથી આંતરડા પણ બહાર આવી ગયા હતા. જ્યારે બાળકની માતાને ખબર પડતાં તેણે દોટ મૂકી હતી. પરંતુ માતા વહાલસોયા સુધી પહોંચે ત્યાં સુધીમાં તો કૂતરાઓએ બાળકને મોતને ઘાટ ઉતારી દીધો હતો. રહીશોએ બાળકના મૃતદેહને તેના ઘેર લઈ ગયા હતા. એકનો એક દીકરાના મોતથી સિદ્દી કુટુંબ ઉપર આભ ફાટી પડ્યું હતું.
અગાઉ 2020માં એક જાગૃત યુવાન સલીમ કડુજીએ ગ્રામ પંચાયત નબીપુરમાં લેખિતમાં એક અરજી આપી હતી. જેમણે ગામમાં રખડતા કૂતરાઓ નાના બાળકો અને આબાલ વૃદ્ધોને ખૂબ હેરાન કરે છે. રખડતાં કૂતરાઓનો ત્વરિત નિકાલ કરવાની ખાત્રી આપી હતી. પરંતુ નબીપુર ગ્રામ પંચાયત કોઈ નિર્દોષનો ભોગ લેવાય તેની રાહ જોય રહી હતી.
ગ્રામ પંચાયત સુસુપ્ત અવસ્થામાં મૂકી વહીવટદારને સોંપવામાં આવે. ગામના સરપંચ, તલાટી અને પંચાયતના સભ્યો સામે જિલ્લા વહીવટી કોઈ નક્કર પગલાં ભરશે કે કેમ તેનો નબીપુરની જનતા પ્રતિનિધિઓ પાસેથી જવાબ માંગી રહી છે. ગ્રામજનોએ જિલ્લા વહીવતદારો તરફથી પંચાયત સામે યોગ્ય પગલાં લેવાની પણ માંગ કરી છે.(હનીફ માંજું દ્વારા ભરૂચ)
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500