ભરૂચનાં વાલિયા તાલુકાનાં ચોરઆમલા ગામમાં રહેતા ભાસ્કર વસાવા દ્વારા પોતાના ઘર પાસે ઉકરડો અને વાડ કરી દબાણ ઊભું કરતા વાંદરીયા ગ્રુપ ગ્રામ પંચાયત દ્વારા દબાણ કર્તાને નોટીસ ફટકારવામાં આવી હતી. ત્યારબાદ ભાસ્કર વસાવાએ સરપંચ જયાબેન વસાવા અને તેઓના પતિ દ્વારા દબાણ મુદ્દે વારંવાર યેનકેન રીતે માનસિક, શારીરિક ત્રાસ આપવામાં આવતો હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા.
આથી ગ્રામ પંચાયત દ્વારા ગ્રામસભા બોલાવી દબાણ દુર કરવા ઠરાવ કરવામાં આવ્યો હતો અને દબાણ કર્તાને પંચાયત દ્વારા ત્રણ વાર નોટીસ બાદ પણ દબાણ દુર કરાયુ ન હતું. પંચાયત દ્વારા પુલથી પ્રાથમિક શાળા સુધી વિવેકાધીન યોજના અંતર્ગત રસ્તો મંજુર કરવામાં આવ્યો હોય પરંતુ માર્ગ પર દબાણ હોવાથી માર્ગની કામગીરી થઈ શકે તેમ નહિ હોવાથી વાલિયા મામલતદાર, તાલુકા પંચાયતના પ્રમુખ, ઉપ પ્રમુખની હાજરીમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે જેસીબી મશીન વડે દબાણ દુર કરવામાં આવી કાર્યવાહી કરવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application