વાલિયા બજારમાં આવેલ બ્રાઈટ જેન્ટસ ટેલર નામની દુકાન ચલાવતા મનહરભાઈ સુરતી તેમની દુકાનએ હાજર હતા તે દરમિયાન દુકાન પર ગ્રાહક તરીકે બે અજાણ્યા ઈસમો આવ્યા હતા અને શર્ટનું કાપડ પસંદ કરવા સાથે પૈસાની આપ-લે કરી હતી.
તે દરમિયાન મનહરભાઈ સુરતીને બે અજાણ્યા ઈસમોએ વાતોમાં લઈ ગળામાં ભેળવી લઈ ગળામાં પહેરેલ સોનાની ચેઈન જોવા માંગી હતી અને ત્યારબાદ બંને ઈસમોએ મનહરભાઈ સુરતીની નજર ચૂકવી તેઓની સોનાની ચેઈન તેમજ રોકડા રૂપિયા 15 હજારની ચોરી કરી વાલિયા બજાર તરફ ફરાર થઈ ગયા હતા.
આ બનાવ અંગેની જાણ મનહરભાઇ સુરતીને થતા તેમને રૂપિયા 45,380/-ની 16 ગ્રામની સોનાની ચેઈન તેમજ ગલ્લામાં મુકેલ રૂપિયા 15,000/- એમ કુલ મળી રૂપિયા 63,380/-ણા મુદ્દામાલની ચોરી અંગે બંને અજાણ્યા ઈસમો વિરુદ્ધ વાલિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500