Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ભરૂચનાં કસક વિસ્તારની કોમ્પલેક્ષમાં શોર્ટ સર્કીટને કારણે આગ, આગમાં તમામ દસ્તાવેજો બળીને ખાખ

  • October 29, 2022 

ભરૂચ શહેરનાં કસક વિસ્તારમાં આવેલ આનંદ કોમ્પલેક્ષનાં બીજા માળે વિહિતા કેમની ઓફિસમાં એસીમાં શોર્ટ સર્કીટને પગલે આગ લાગતા તમામ દસ્તાવેજો બળીને ખાખ થઇ ગયા હતા. મળતી માહિતી અનુસાર, ભરૂચનાં હાર્દ સમાન કસક વિસ્તારમાં આનંદ કોમ્પલેક્ષ આવેલ છે જે કોમ્પ્લેક્ષનાં બીજા માળે વિહિતા કેમની ઓફિસમાં ગતરોજ રાતે આગ ભભૂકી ઉઠી હતી. જોકે આગને પગલે સ્થાનિકોમાં નાસ ભાગ મચી જવા પામી હતી.




જોકી આ આગની ઘટના અંગે સ્થાનિકોએ ભરૂચ નગરપાલિકા ફાયર-વિભાગને જાણ કરતા ફાયર ફાયટરો સ્થળ પર દોડી આવ્યા હતા અને પાણીનો મારો ચલાવી ગણતરીના કલાકમાં કાબુ મેળવ્યો હતો. આગની ઘટનામાં કોઈને પણ જાનહાની નહિ થતા સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો આગને કારણે ઓફિસમાં રહેલ તમામ દસ્તાવેજો બળીને ખાખ થઇ ગયા હતા. જયારે શોર્ટ સર્કીટને કારણે આગ લાગી હોવાનું અનુમાન સેવાઈ રહ્યું છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application