ભરૂચનાં નિકોરા ગામ નજીકથી વહેતી નર્મદા નદીના કિનારે પાંચથી સાત મગરો દરરોજ નર્મદા નદીના કિનારે દેખાતા ગ્રામજનોમાં ભયનો માહોલ છવાઈ ગયો છે. નિકોરા ગામેથી સામે કિનારે મોટી સંખ્યામાં ખેડૂતો ખેતી તથા પશુપાલન માટે દરરોજ હોડી મારફતે નર્મદા નદી પસાર કરી સામેના કિનારે જતા હોય છે અને કિનારા પર પશુઓ પણ પાણી તથા નર્મદા નદીમાં સ્નાન કરવા આવતા હોય તેઓને પણ જીવના જોખમ ઉભું થયું છે.
જોકે અગાઉ આ વિસ્તારમાં મગરે એક શ્વાનનો શિકાર કર્યો હોવાનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો. વધુમાં વન વિભાગ દ્વારા આ વિસ્તારમાં સાવચેતીના બેનરો લગાડીને મહાકાય મગરોને પકડવા પાંજરા મુકવામાં આવે તેવી આસપાસના ગ્રામજનો દ્વારા માંગણી કરાઈ રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application