ગુજરાત રાજ્યના ભરૂચ જીલ્લાના નેત્રંગ ગામની 14 વર્ષીય બેડમિન્ટન ખેલાડી, એશા ગાંધીએ સમગ્ર ભારતમાં મેળવ્યું પાંચમું સ્થાન મેળવ્યું છે. ભરુચ જીલ્લાની 14 વર્ષિય બેડમિન્ટન ખેલાડી આશિષ ગાંધીની પુત્રી એશા ગાંધીએ બેડમિન્ટન એસોશિએશન ઓફ ઇન્ડિયાના નવા રેન્કિંગ મુજબ 2021ના વર્ષમાં સમગ્ર દેશમાં અંડર 15ના વય ગ્રુપમાં પાંચમું સ્થાન હાસલ કર્યું છે.
અગાઉ પણ એશાએ 2019ના વર્ષમાં રમાયેલી રાજ્ય કક્ષાની તમામ સ્પર્ધાઓમાં અંડર 13 વય ગ્રુપમાં વિજેતા રહી ચુકી છે. આ ઉપરાંત 2019ની SGFI નેશનલ બેંગ્લોરમાં અંડર 14 વય ગ્રુપમાં બ્રોન્જ મેડલ પોતાના નામે કરેલ છે. એશા ગાંધી ચાર વર્ષથી તેના કોચ નીલ પરમારના માર્ગદર્શન હેઠળ તાલીમ મેળવી રહી છે. ગુજરાતમાં અંડર 13માં છેલ્લા બે વર્ષથી પ્રથમ સ્થાન મેળવેલ છે. ભવિષ્યમાં આંતરરાષ્ટ્રીય પ્લેયર બનવાનું તેનું લક્ષ્ય છે. આ પ્રસંગે GBA સેક્રેટરી મયુર પરિખે પણ એશાને અભિનંદન પાઠવ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application