Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

અંકલેશ્વર નગરપાલિકા દ્વારા લાખોના ખર્ચે ખરીદી કરેલું વોક્યુમ મશીન ધૂળખાતા તેનો વપરાશ કરવામાં આવે તેવી માંગ

  • October 24, 2021 

અંકલેશ્વર નગરપાલિકા દ્વારા લાખોના ખર્ચે ખરીદી કરેલું વોક્યુમ મશીન ધૂળખાતા નજરે પડતાં તેનો વપરાશ કરવામાં આવે તેવી નગર સેવક દ્વારા માંગ કરવામાં આવી છે. અંકલેશ્વર શહેરના વિવિધ રાજમાર્ગો પર ઊડતી ધૂળને પગલે લોકો હેરાન પરેશાન થઈ ગયા છે. આ ધૂળ સાફ કરવા માટે પાલિકા તંત્ર દ્વારા લાખોના ખર્ચે વોક્યુમ મશીનની ખરીદી કરવામાં આવી હતી, પરંતુ હાલ આ મશીન વણ વપરાયેલુ જોવા મળી રહ્યું છે. નગર પાલિકાની પાણીની ટાંકી ખાતે આ વોક્યુમ મશીન ધૂળખાતું નજરે પડ્યું હતું. ત્યારે લાખો ખર્ચે ખરીદી કરેલા વોક્યુમ મશીનનો ઉપયોગ નહીં થતાં વહેલી તકે તંત્ર દ્વારા લોકોના સ્વાસ્થયને ધ્યાનમાં રાખી ઊડતી ધૂળની સાફ-સફાઈ કરાવે તેવી માંગ ઉઠવા પામી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application