Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

અજાણ્યા વાહન અડફેટે આવતા વૃદ્ધનું મોત

  • November 21, 2021 

ભરૂચનાં વગુસણા ગામે નિશાળવાળા ફળિયામાં રહેતાં મથુર મોતીભાઇ પાટણવાડિયા (ઉ.વ.95) જે તેમના પિતરાઇ ભાઇ મંગળ શંકર પાટણવાડિયા સાથે કોઇ કામ અર્થે ચાલતાં ભરૂચ નેશનલ હાઇવે પરથી પસાર થઇ રહ્યાં હતાં. તે સમયે કોઇ વાહન ચાલકે પુરઝડપે અને ગફલતભરી રીતે પોતાનું વાહન હંકારી લાવી મંગળભાઇને ટક્કર મારી ભાગી છૂટ્યો હતો. જોકે આ અકસ્માતના કારણે ટ્રાફિક જામની સમસ્યા પણ સર્જાઈ હતી. જયારે બીજી તરફ નબીપુર પોલીસને જાણ થતાં પોલીસે તુરંત દોડી આવી મૃતકના પરિવારને જાણ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application