જિલ્લાના ૧૪૩ કેન્દ્રો પરથી વેક્સીનેશન પ્રારંભ થયો છે તે પૈકી ૨૫ કોન્દ્રો પરથી વેક્સીનેશન મહાઅભિયાનનો પ્રારંભ સમયે જિલ્લા-તાલુકાના પ્રતિનિધિ ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચ શહેરના ઓમકારનાથ ઠાકુર ભવનમાં ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત શહેરના અન્ય ત્રણ સ્થળે જેમાં પાટીદાર પંચની વાડી, ઝાડેશ્વરમાં નગરપાલિકાના પ્રમુખ અમિતભાઈ ચાવડા, નીલકંઠ સ્કુલ ભરૂચમાં નગરપાલિકાના ઉપપ્રમુખ નીનાબા યાદવ, પ્રાથમિક શાળા ભોલાવમાં નગરપાલિકા બાંધકામ સમિતિના ચેરમેન ધર્મેશભાઈ મિસ્ત્રી ઉપસ્થિત રહ્યા હતા.
જ્યારે જિલ્લાના આમોદના બી.આર.સી. ભવનમાં આમોદ નગરપાલિકાના પ્રમુખ મહેશભાઈ પટેલ અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર માતરમાં આમોદ તાલુકા પંચાયતના પ્રમુખશ્રી રોનકભાઈ પટેલ, PHC ખરોડમાં આરોગ્ય સમિતિના ચેરમેન શ્રીમતી આરતીબેન પટેલ, PHC સજોદમાં જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ ભરતભાઈ પટેલ, નોબારીયા સ્કુલ અંકલેશ્વરમાં નગરપાલિકાના પ્રમુખ વિનયભાઈ વસાવા, સ્પોર્ટસ કોમ્પલેક્ષ અંકલેશ્વરમાં અંકલેશ્વર નગરપાલિકાના કારોબારી સમિતિના ચેરમેન સંદીપભાઈ પટેલ, ઈલાવ PHCમાં સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષશ્રી રમેશભાઈ વસાવા, કુડાદરા PHCમાં હાંસોટ તાલુકા પંચાયતના પ્રમુખ ગેમલસંગ પટેલ, PHC ગજેરામાં ભરૂચ જિલ્લા પંચાયતના પ્રમુખ અલ્પાબેન પટેલ, પેટા આરોગ્ય કેન્દ્ર સારોદમાં જંબુસર તાલુકા પંચાયતના પ્રમુખ અંજુબેન સિંધા, એસ.એન.આઈ.સી. હાઈસ્કુલ જંબુસરમાં જંબુસર નગરપાલિકાના પ્રમુખ ભાવનાબેન રામી, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ગોવાલીમાં ઝઘડીયા તાલુકા પંચાયતના પ્રમુખશ્રીમતી રીનાબેન ડી. વસાવા, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઝઘડીયામાં ભરૂચ જિલ્લા પંચાયતના સભ્ય મહેન્દ્રસિંહ વાંસદીયા, ડી.પી.શાહ સ્કુલ રાજપારડીમાં ભરૂચ જિલ્લા પંચાયત કારોબારી સમિતિના ચેરમન પદમાબેન વસાવા, સામુહિક આરોગ્ય કેન્દ્ર નેત્રંગમાં મહિલા તેમજ બાળ વિકાસના ચેરમેન વર્ષાબેન દેશમુખ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બીલોઠી તા.નેત્રંગમાં તાલુકા પંચાયત નેત્રંગના ઉપપ્રમુખ વંદનભાઈ વસાવા, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખરેઠા તા.નેત્રંગમાં તાલુકા પંચાયત નેત્રંગના પ્રમુખ લીલાબેન વસાવા, સામૂહિક આરોગ્ય કેન્દ્ર વાગરામાં તાલુકા પંચાયત વાગરાના ઉપપ્રમુખ ઈમરાન ભઠ્ઠી, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પખાજણમાં તાલુકા પંચાયત વાગરાના પ્રમુખ કોમલબેન મકવાણા, સામુહિક આરોગ્ય કેન્દ્ર વાલીયામાં તાલુકા પંચાયત વાલીયાના પ્રમુખશ્રી સેવન્તુભાઈ વસાવા, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કરામાં શિક્ષણ સમિતિના ચેરમેન અલ્પેશભાઈ વસાવા વિગેરેની ઉપસ્થિતિમાં વેક્સીનબુથ કેન્દ્રો પર વેક્સીનેશન મહાઅભિયાન શુભારંભ થયો હતો. ત્યાં જિલ્લા પંચાયત અને નગરપાલિકા, તાલુકા પંચાયતના પ્રતિનિધિ તેમજ સ્થાનિક પ્રતિનિધિઓ પ્રજાજનોને પ્રોત્સાહન આપવા માટે ઉપસ્થિત રહ્યા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500