ભરૂચ જીલ્લામાં કેમિકલ ચોરી કરવાના ગુના મોટા પાયે થઈ રહ્યા છે. ત્યારે વડદલા ગામ પાસે પાસે ટેન્કરમાંથી કેમિકલ ચોરી કરતા ડ્રાઈવરેને એસઓજી પોલીસે ઝડપી પાડ્યો હતો. તેમજ ટેન્કર સહીત આશરે રૂપિયા 12 લાખનો મુદ્દામાલ પોલીસે જપ્ત કરી હતી.
ભરૂચ જીલ્લાનાં ઔધોગીક એકમમાંથી અન્ય રાજ્ય અને શહેરોની જીઆઈડીસીમાં કેમિકલની હેરાફેરી કરતા ટેન્કરમાંથી કેમિકલ ચોરી અંગેની ફરિયાદો મળી હતી. જે બાતમીના આધારે વડલદા સામે આવેલ ટેન્કરો માટેના પાર્કિંગવાળી ખુલ્લી જગ્યામાં જી.એન.એફ.સી. ભરૂચમાંથી કેમિકલ ભરીને બહાર જતા ટેન્કરોમાંથી કેટલાક ડ્રાઈવરો પોતાના ફાયદા માટે ટેન્કરમાંથી કેમિકલ ખાલી કારબા ભરી લઈ જઈ બીજા અન્યને વેચી દે છે.
જે આધારે વડલદા ગામ સામે પાર્કિંગવાળી ખુલ્લી જગ્યામાં રેડ કરતા ટેન્કરમાંથી ડ્રાઈવર કમલેશ રાજકુમાર બિંદના એ ટેન્કરના વાલ્વનું સીલ તોડી વાલ્વ ઉપર પ્લાસ્ટીકની પાઈપ ફિટ કરી ટેન્કરમાંથી ઈશાઈલ એસટેટ કેમિકલ પ્લાસ્ટિકના ચાર કારબાઓમાં 20-20 લીટરનાં કુલ 80 લીટર ઈથાઈલ એસટેટ કેમિકલ રૂપિયા 5828/-ની ચોરી કરી ભરતા પકડાઈ જતા ટેન્કર તથા ટેન્કરમાં ભરેલ કેમિકલ મળી કુલ કીંમત રૂપિયા 11,98,896/-નો મુદ્દામાલ કબ્જે કરી ટેન્કરના ટ્રાન્સપોર્ટ માલિકને બોલાવી વિગતવારની ફરિયાદ લઈ બંને આરોપી સામે ગુનો નોંધી ભરૂચ શહેરના સી.ડિવિઝન પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500