Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

અંકલેશ્વર કોસમડી પાસે શેરડી ભરેલી ટ્રકે કારને અડફેટે લેતાં કાર ચાલકનું મોત

  • January 01, 2022 

અંકલેશ્વરના કોસમડીની એક રેસિડન્સી પાસે શેરડી ભરેલી ટ્રકએ કારને અડફેટે લેતા કાર ચાલકનું મોત નીપજ્યું હતું. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, અંકલેશ્વરના ભડકોદ્રા ગામ ખાતે કાપોદ્રા પાટિયા વિસ્તારમાં આવેલ સમૃદ્ધિ પાર્ક ખાતે રહેતા વીરેન્દ્રકુમાર રામસ્વરૂપ ત્રિપાઠી (ઉ.વ.57) જેઓ પોતાની કાર લઇ કામ અર્થે ઘરેથી નીકળ્યા હતા. તે સમયે રુદ્રાક્ષ રેસિડન્સી પાસેથી પસાર થઇ રહ્યા હતા.તે દરમિયાન વાલિયા તરફ જતી શેરડી ભરેલી ટ્રકના ચાલકે પુરઝડપે આવી તેમની કારને અડફેટેમાં લીધી હતી. જયારે માતેલા સાંઢની જેમ આવેલા ટ્રક ચાલકે કારને એટલી જોરદાર ટક્કર મારી હતી કે કારનો આગળનો ભાગનો ખુરદો બોલી ગયો હતો. અકસ્માતના પગલે સ્થાનિક લોકો દોડી આવી 108ને જાણ કરી કાર ચાલક વિરેન્દ્રકુમારને ભારે જહેમતે બહાર કાઢી સારવાર અર્થે ખસેડાયો હતો. જોકે ટૂંકી સારવાર બાદ વિરેન્દ્રકુમાર ત્રિપાઠીનું મોત નીપજ્યું હતું. જયારે અકસ્માત બાદ ટ્રક ચાલક ટ્રક મૂકી ફરાર થઇ ગયો હતો જેના કારણે અકસ્માતના પગેલ ટ્રાફિક જામ સર્જાયો હતો. બનાવ અંગે જીઆઇડીસી પોલીસે શેરડી ભરેલી ટ્રકના ફરાર ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application