ભરૂચ જિલ્લામાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે ત્યારે અંકલેશ્વર જી.આઈ.ડી.સી. વિસ્તારમાં નોટીફાઈડ એરિયા દ્વારા જી.આઈ.ડી.સી.ના બાગ બગીચાઓ તેમજ શાક માર્કેટ બંધ કરવામાં આવ્યા છે.
ભરૂચ જીલ્લામાં કોરોનાના કેસ દિન-પ્રતિદિન વધી રહ્યા છે. રોજેરોજ કેટલાય લોકો સંક્રમિત થઇ રહ્યા છે. જેને લઇને અંકલેશ્વર જી.આઈ.ડી.સી. વિસ્તારમાં વિવિધ પાર્ક, જોગીંગ ટ્રેક, જી.આઈ.ડી.સી. તળાવ, શાક માર્કેટ બંધ કરવામાં આવ્યા છે.
નોટીફાઈડ એરિયા દ્વારા જોગર્સ પાર્ક, સુવર્ણ જયંતિ ઉધ્યાન, કમલમ ગાર્ડન, જીઆઇડીસી તળાવ, ચિલ્ડ્રન'સ પાર્ક, વેજીટેબલ માર્કેટ બંધ કરવાનો હુકમ કરવામાં આવ્યો છે. અને આગામી સુચના ન મળે ત્યાં સુધી સામાન્ય જનતા માટે આ તમામ પ્રકલ્પો બંધ રહેશે. લોકોને પણ સુચના આપવામાં આવી છે કે કોરોનાથી બચવા સુરક્ષિત રહો અને માસ્ક તેમજ સેનેટાઈઝરનો સતત ઉપયોગ કરતા રહો.(હનીફ માંજું દ્વારા ભરૂચ)
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500