અદાણી ફાઉન્ડેશનનાં પ્રયાસોથી કોરાનાની મહામારીમાં જીલ્લા આરોગ્ય તંત્રને મદદરૂપ થવા તાજેતરમાં ૧૦ ઓક્સિજન કોન્સન્ટ્રેટર, ૧૦ લીટર/મિનિટ કેપેશિટીનાં આપવામાં આવ્યા. આ ઓક્સિજન કોન્સન્ટ્રેટર ભરૂચ જીલ્લા ક્લેક્ટર ડૉ.એમ.ડી.મોડિયા તેમજ જીલ્લા આરોગ્ય અધિકારીની ઉપસ્થિતિમાં જિલ્લા આરોગ્ય તંત્રને પુરા પાડવામાં આવ્યા જે પ્રસંગે અદાણી પેટ્રોનેટ દહેજ પોર્ટ પ્રા.લી. અને અદાણી ફાઉન્ડેશનનાં અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ ઓક્સિજન કોન્સન્ટ્રેટર જીલ્લા આરોગ્ય તંત્ર દ્વારા ભરૂચ જીલ્લાનાં અંતરીયાળ ગામોનાં આરોગ્યકેન્દ્રને ફાળવવામાં આવ્યા છે જેથી આપાત્કાલિન સમયમાં ઓક્સિજનની જરૂરવાળા લોકોને તાત્કાલિક ઓક્સિજનની સારવાર આપી શકાય.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application