અંકલેશ્વર તાલુકાના માંડવા ગામે રહેતા જયકુમાર ઉર્ફે સચીનભાઇ કાંતીભાઇ પટેલ જે ગતરોજ નેશનલ હાઇવે ઉપર મુલદ ચોકડી નજીક આવેલ એક પેટ્રોલ પંપ પર બાઈકમાં પેટ્રોલ પુરાવવા ગયો હતો. તે સમયે મુલદ ચોકડીથી માંડવા તરફ હાઇવે પર એક ફોર વ્હિલ ગાડી બાઈક સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. જયારે આ અકસ્માતની જાણ થતાં ગ્રામજનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને બચાવ કામગીરી હાથ ધરી હતી.
આ અકસ્માતમાં બાઈક ચાલક યુવકને ડાબા પગે નળામાં ફેકચર થવા ઉપરાંત શરીરના અન્ય ભાગોએ ઇજા થઇ હતી. ત્યારબાદ ઇજાગ્રસ્ત યુવકને એમ્બ્યુલન્સ મારફત ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઇ જવાયો હતો. બનાવ અંગે જયકુમાર ઉર્ફે સચીનભાઇ કાંતીભાઇ પટેલે અજાણ્યા કાર ચાલક વિરુધ્ધ ઝઘડીયા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application