કારેલી ગામના ૧૦ વર્ષીય નૈતિક પ્રેમશરણભાઈ પટેલે ગાંધીજીની વેશભૂષા ધારણ કરી યાત્રિકોનું સ્વાગત કર્યું હતું. તેણે અદ્દલ ગાંધીજી જેવા દેખાવા મુંડન પણ કરાવ્યું હતું. કારેલીના નાગજી ખડકીમાં રહેતા અને કરખડી ગામે શાયોના સ્કુલમાં પાંચમાં ધોરણમાં અભ્યાસ કરતાં નૈતિક પટેલે જણાવ્યું હતું કે, મહાત્મા ગાંધીજી દાંડીયાત્રા લઈને અમારા ગામમાં આવ્યા હતા એ અમે શિક્ષકો અને વડીલો પાસેથી સાંભળીએ છીએ. શાળાના પાઠય પુસ્તકોમાં પણ ગાંધીજીના પાઠ ભણીએ છીએ.
ત્યારે અમારા શિક્ષક સાહેબ ગાંધીજીએ દેશ માટે જીવનનું બલિદાન આપ્યું, આઝાદીની લડાઈમાં દેશ ને એક કર્યો અને અંગ્રેજોને ભારતમાંથી હાંકી કાઢ્યા એ વિશે ખૂબ રસથી ભણાવે છે. આ વાતો સાંભળી અમને ખૂબ પ્રેરણા મળે છે. ગાંધી બાપુ કેટલા મહાન હતા એ જાણ્યું ત્યારથી તેઓ મારા પ્રિય નેતા બન્યા છે. મારા ગામમાં દાંડી યાત્રા આવવાની હોવાથી માતા-પિતાની પ્રેરણાથી ગાંધીજીની વેશભૂષા ધારણ કરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application