Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ઝઘડીયાનાં ઉમલ્લા ગામે બે બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા પોલીસ કર્મીનું મોત

  • October 28, 2021 

ઉમલ્લા પોલીસ સ્ટેશન માંથી મળતી માહિતી મુજબ, રાજપીપળાનો રહીશ હિતેશભાઈ વસાવા જે ભરૂચ પોલીસ હેડક્વાર્ટર ખાતે ફરજ બજાવતા હતા અને ગતરોજ સવારના સમયે હિતેશભાઈ પોતાની મોટરસાયકલ લઇને રાજપીપળાથી ભરૂચ પોતાની ફરજ પર નીકળ્યા હતા. તે દરમિયાન ઝઘડીયા તાલુકાના ઉમલ્લા ગામ પાસે ધોરીમાર્ગ પરથી પસાર થઇ રહતા હતા તે સમયે ઉમલ્લા તરફથી રોંગ સાઇડે આવતી એક બાઇક ચાલકે પોલીસ કર્મીની બાઇક સાથે ધડાકાભેર અથડાવી દેતા અકસ્માત સર્જાયો હતો. જોકે, અકસ્માતમાં ગંભીર ઇજાઓ પહોંચતા ઉમલ્લા અને ત્યારબાદ રાજપીપળા લઇ જવાયા હતા  જ્યાં ઇજાગ્રસ્ત પોલીસ કર્મીને માથામાં વધુ ઇજા થઈ હતી જેથી તેમને વધુ સારવાર માટે વડોદરા સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન તેમનું  મોત નીપજ્યું હતુ. બનાવ અંગે ઉમલ્લા પોલીસમાં મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની તપાસ હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application