Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

શોર્ટ સર્કીટનાં કારણે છાત્રાલયમાં આગ લાગી

  • February 04, 2021 

ભરૂચના હોસ્ટેલ ગ્રાઉન્ડની પાસે આવેલ રાજપૂત છાત્રાલયમાં રાત્રીના સમયે અચાનક આગ ફાટી નીકળતા અફરતફરીનું માહોલ સર્જાયું હતું. આ બનાવ અંગે સોસાયટીના રહીશોએ ફાયર-બ્રિગેડને જાણ કરતા જવાનો તુરંત ઘટના સ્થળે પહોંચી આગને કાબુમાં લીધી હતી.

 

 

 

સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ભરૂચની રાજપૂત છાત્રાલયના બીજા માળે રાત્રીના સમયે શોર્ટ સર્કિટનાં કારણે રેકોર્ડ રૂમમાં આગ લાગી હતી. આ આગ ખુબ ઝડપભેર ફેલાઈ હતી જેના પગલે ધુમાડાના ગોટા હવામાં ઉડવા લાગ્યા હતા.

 

 

 

આ ધુમાડો જોતા આજુબાજુમાં રહેતા સોસાયટીના રહીશોએ નગરપાલિકા ફાયર-બ્રિગેડને જાણ કરતા ફાયર બ્રિગેડના જવાનો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગને કાબુમાં લીધી હતી. પરંતુ આ બનાવમાં છાત્રાલયનો તમામ મહત્વનો રેકોર્ડ બળીને રાખ થઈ ગયો હોય એવી સંભાવના લાગી રહી હતી.(ફાઈલ ફોટો)


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application