Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ટ્રક માંથી 8 લાખના વિદેશી દારૂ સાથે 2 ઈસમો ઝડપાયા

  • February 10, 2021 

ભરૂચ એલસીબી પીએસઆઈ વાય.જી.ગઢવી તથા તેમનો સ્ટાફ નેત્રંગ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. આ દમિયાન નેત્રંગ લાલ મંટોડી ખાતે એલસીબી ના પોલીસકર્મીઓ વોચ ગોઠવી એક ટ્રક નંબર એમએચ/04/સીયુ/2445ને રોકી તપાસ કરી હતી.

 

 

જેમાં ચોર ખાનામાં સંતાડીને લઈ જવાતો ગેર-કાયદેસર ભારતીય બનાવટનો વિદેશી દારૂની 8040 બોટલો મળી આવી હતી જેની કિંમત રૂપિયા 8,04,000/-હતી અને 2 નંગ મોબઈલ, રોકડા 2500/- તથા ટ્રક એમ કુલ મળી રૂપિયા 13,07,500/- નો મુદ્દામાલ પોલીસે કબ્જે કરી આ સાથે સિંહ હરિવંશ ગૌંડ અને શ્યામ સુંદર ગોસ્વામી બંનેની ધરપકડ કરી હતી. જયારે કિરણ સિંહ ઉર્ફે બાબુ હરીશભાઈ માહ્યાવંશી(રહે.કચીગામ) અને વિજય જેનું પૂરું નામઠામ જણાયું નથી તેઓને વોન્ડેટ જાહેર કરી તમામ ઈસમો વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application