ભરૂચ નગરપાલિકા દ્વારા માર્ચ મહિનાની શરૂ થતાં જ વેરા વસુલાત માટે કડક કાર્યવાહી કરાય રહી છે. પાલિકાની વેરા વસુલાતોની ટીમો બાકીદારો પાસે પહોંચીને વેરાની વસુલાતની કરાય રહી છે.જયારે અમુક મીલ્કત ધારકોને વેરો ભરવા નોટિસો આપી હોવા છતાંય પણ વેરાની ભરપાઈ નહીં કરતા દુકાનો અને પાણીના નળના જોડાણો કાપવામાં આવી રહ્યાં છે.
જેમાં માર્ચ એન્ડિંગમાં વેરા વસુલાત 100 ટકા થાય તે માટે વેરા ખાતુ દ્વારા લાઈટ, હાઉસ, વ્યવસાય, સફાઈના બાકી વેરાની ટેક્સ વિભાગની ટીમ દ્વારા દરેક વોર્ડમાં બાકીદારો પાસેથી કકક વસુલાત કરાય રહી છે. ત્યારે હવે માર્ચ એન્ડિંગના માત્ર 10 દિવસ બાકી હોવાથી વેરા વસુલાતની ટીમો દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. પાલિકાની કુલ 23.31 કરોડની ટેક્સ બાકી હોય અત્યાર સુધીમા ટેક્સ વિભાગે 67 ટકાની વસુલાત કરીને એટલે 15.76 કરોડની વસુલાત કરી છે. જયારે બાકી 33 ટકા વસુલાતની કડક ઉઘરાણી કરાય રહી છે.
જોકે પાલિકાની વેરો વસૂલનારોની ટીમોએ 16 મિલ્કતોને સીલ અને રહેણાંક વિસ્તારના 18 પાણીના નળ જોડાણ કાપી નાખતા વેરો બાકીદારોમાં ફફડાટ ફેલાય ગયો છે. ત્યારે દરેક વેરા બાકી ધારકોને પાલિકા વિભાગ દ્વારા 31 માર્ચ સુધી પોતાનો વેરો પાલિકા કચેરી અથવા વેબસાઈટ www.bharuchnagarpalika.com ઉપર વેરો ભરવાની અપીલ કરાય છે. (હનીફ માંજુ દ્વારા અંકલેશ્વર)
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500