Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

કુકરમુંડાનાં ભમશાળ ગામે નજીવી બાબતે મારામારી થઈ, પોલીસે ચાર સામે ગુનો દાખલ કર્યો

  • October 03, 2023 

મનિષા એસ. સુર્યવંશી/તાપી : કુકરમુંડાનાં ભમશાળ ગામની સીમમાં ભમશાળ ગામેથી સાતોલા ગામ તરફ જતાં રોડ ઉપર જાહેરમાં મારામારી થતાં મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. મળતી માહિતી મુજબ, કુકરમુંડા તાલુકાનાં ભમશાળ ગામે રહેતા નિલેશભાઈ પ્રભુભાઈ ભીલને તારીખ 30/09/2023નાં રોજ હેમંતભાઈ, વિજયભાઈ, રાહુલભાઈ અંબાલાલભાઈ અને નયનભાઈ (તમામ રહે.ધમડાઈ, જિ.નંદુરબાર)નાઓએ નિલેશભાઈને મોબાઈલ ઉપર ફોન કરી સાતોલા ગામે મળવા માટે બોલાવેલ અને ભમશાળ ગામથી સાતોલા ગામ તરફ જતા રોડ ઉપર નિલેશભાઈ તેમના મિત્રો સાથે બાઈક ઉપર બેસી મળવા જતાં હતા.



તે સમયે રોડની બાજુમાં બાઈક ઉભી રખાવી હેમંતભાઈએ નિલેશભાઈને કહેલ કે, ‘મારી સાથે ગદ્દારી કરેલ છે’ તેમ કહી નાલાયકો ગાળો આપી આજે તને જાનથી મારે નાંખવા તેવી ધમકી આપી તેમના હાથમાં આડજાતની લાકડી વડે નિલેશભાઈને જમણા હાથના મસલ ઉપર તથા ડાબા હાથના મસલ ઉપર તેમજ માથાના ભાગે તથા જમણા પગના જાંગ ઉપર સપાટાનો મારમારી તથા જમણા હાથના હથેળી ઉપર ઈજા પહોંચાડી તથા વિજયભાઈ નાએ ઢીક્ક મુક્કીનો મારમારી રાહુલભાઈ અને નયનભાઈ નાએ પણ પાછળથી ઘસી આવી નિલેશભાઈને ઢીક્ક મુક્કીનો મારમારી ઈજાઓ પહોંચાડી હતી. બનાવ અંગે તારીખ 01/10/2023નાં રોજ નિલેશભાઈ ભીલએ નિઝર પોલીસ મથકે ચારેય ઈસમો વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application