Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વલસાડ જિલ્લા પંચાયત પ્રમુખની અધ્યક્ષતામાં નારી વંદન સપ્તાહ અંતર્ગત બેટી બચાવો, બેટી પઢાવો દિવસની ઉજવણી કરાઈ

  • August 04, 2023 

પ્રદુષણને લીધે સ્ત્રીઓમાં કેન્સરનું પ્રમાણ ખુબ જ વધી રહ્યું હોવાથી યોગા- મેડીટેશન ઉપયોગીઃ ડો. રાધિકા ટીક્કુ મહિલાઓના સર્વાંગી વિકાસના મહત્વના પરિબળો જેવા કે સુરક્ષા, આરોગ્ય, શિક્ષણ, રમત-ગમત વિગેરે ક્ષેત્રોમાં સક્ષમ થાય તે હેતુસર જિલ્લામાં વહીવટી તંત્ર દ્વારા નારી વંદન સપ્તાહની ઉજવણી તા.૭/૮/૨૦૨૩ સુધી કરવામાં આવનાર છે. જે અંતર્ગત તા.૦૨/૦૮/૨૦૨૩ના રોજ વલસાડ જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા ખાતે “બેટી બચાવો ,બેટી પઢાવો” દિવસની ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમના મુખ્ય મહેમાન પદેથી વલસાડ જિલ્લા પંચાયતના પ્રમુખ અલકાબેન શાહે મહિલાઓ આગળ આવે તે માટેના પ્રયાસો તથા દિકરી જન્મે તે માટેના પ્રોત્સાહન આપવા માટે તેમજ દિકરા-દિકરી એક સમાન સુત્રને સાર્થક કરવા માટે ભાર મુક્યો હતો.



ચણવઈ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફીસર ડો. રાધિકા ટીક્કુએ ભારતીય સંસ્કૃતિમાં નારીઓનું સ્થાન ઉચ્ચ હોવાનું જણાવી આજના સમયમાં પ્રદુષણને લીધે સ્ત્રીઓમાં કેન્સરનું પ્રમાણ ખુબ જ વધી રહેલ હોવાથી યોગા મેડીટેશન વિગેરે ઉપર ભાર મુકવા જણાવ્યું હતું. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.કિરણ પી.પટેલ દ્વારા PCPNDT વિશે અને ઉમરગામના તાલુકા હેલ્થ ઓફિસર ડો.રૂપેશ ગોહિલ દ્વારા PCPNDT સંલગ્ન કાયદાકીય જોગવાઇઓ વિશે વિસ્તૃત સમજ આપવામાં આવી હતી. અસ્તિત્વ મહિલા સંસ્થાના પ્રમુખ અર્ચનાબેન દેસાઇએ નિષ્ઠા અને જવાબદારી પૂર્વક આગળ વધવા અને દિકરીઓને વધાવવા માટે ખાસ ભારપૂર્વક જણાવ્યું હતુ. આર.સી.એચ.ઓ ડો.એ.કે સિંગે આર.કે.એસ.કે પ્રોગ્રામ વિશે માહિતગાર કર્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application