મહારાષ્ટ્રમાં દુકાનોના બોર્ડ મરાઠી ભાષામાં હોવાની માંગ મનસેના વડા રાજ ઠાકરે સહિતના અનેક લોકો છેલ્લા ઘણા સમયથી કરી રહ્યાં હતાં. આ દરમિયાન બૃહત બેંગ્લુરુ મહાનગર પાલિકા (BBMP)નાં ચીફ કમિશનર તુષાર ગિરિ નાથે આગામી વર્ષ ફેબ્રુઆરીની અંત સુધી બેંગાલુરુમાં કોમર્શિયલ સ્ટોર્સના 60 ટકા સાઇનબોર્ડ કન્નડમાં કરાવવાનો આદેશ આપ્યો છે. આ આદેશનું પાલન ન કરવા પર સ્ટોર્સનું ટ્રેડ લાયસન્સ રદ કરવામાં આવશે. અધિકારી કન્નડ ભાષાના મુદ્દાને આગળ વધારનારા સંગઠન કર્ણાટક રક્ષણા વેદિકે (કેઆરવી)ની સાથે એક બેઠકને સંબોધિત કરી રહ્યાં હતાં.
બેંગ્લુરુમાં 1400 કિમી મુખ્ય સડકો અને સબ-વે છે. આ માર્ગોના બંને છેડે આવેલી દુકાનોનો સર્વે કરવામાં આવશે. જો આ સર્વેમાં સાઇન બોર્ડમાં 60 ટકા કન્નડ ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો નહીં હોય તો દુકાનના માલિકોને નોટીસ આપવામાં આવશે. નોટિસ મળ્યા પછી તેમને કન્નડ ભાષામાં નેમપ્લેટ લગાવવા અને સંબધિત કમિશનરને આદેશનું પાલન કરાવવા માટે 28 ફેબ્રુઆરી સુધીનો સમય આપવામાં આવશે. BBMPના આદેશ અનુસાર ચીફ કમિશનર તુષાર ગિરિએ જણાવ્યું હતું કે, તમામ ઝોનલ કમિશનરને આ આદેશનું પાલન કરાવવાના નિર્દેશ આપવામાં આવ્યા છે.
15થી 20 દિવસોની અંદર મોલની તમામ દુકાનો અને નેમપ્લેટમાં કન્નડ ભાષાનો ઉપયોગ થવો જોઇએ. આ આદેશનું પાલન કરવા પર શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે. મુખ્યપ્રધાન તરીકેના પ્રથમ કાર્યકાળ દરમિયાન સિદ્ધરમૈયાએ કન્નડ ભાષના વ્યાપક ઉપયોગ પર ભાર મૂક્યો હતો. કન્નડને વેગ આપવા માટે રચાયેલ એક સરકારી એકમે તે વખતે બેંક અધિકારીઓને 6 મહિનાની અંદર કન્નડ શીખવા અલ્ટીમેટમ આપ્યું હતું. સિદ્ધરમૈયાના ગત કાર્યકાળ દરમિયાન બેંગ્લુરુ મેટ્રો સ્ટેશનોના હિંદી નામોને નિશાન બનાવ્યા હતાં. તેમણે આ બોર્ડ ટેપથી કવર દીધા હતાં.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500