ગુજરાતના યાત્રાધામ અંબાજીમાં સતત બીજા દિવસે રીંછ દેખાવાની ઘટના બની છે. એક દિવસ પહેલા રાત્રે પણ રીંછ ગબ્બરની આસપાસ ફરતુ જોવા મળ્યું હતું, ત્યારે ગત રાત્રે સતત બીજા દિવસે પણ ગબ્બરમાં રીંછ ફરતુ જોવા મળ્યું છે.
ગબ્બર પરિક્રમા માર્ગ ખાતે રીંછ સતત બીજા દિવસે જોવા મળ્યું છે. જેનો વીડિયો ગબ્બર ખાતે ફરજ બજાવતા સિક્યુરિટી ગાર્ડ દ્વારા ઉતારવામાં આવ્યો છે. ગઈકાલે 10 નંબરના મંદિર પાસે પરિક્રમા માર્ગ પર રીંછ જોવા મળ્યું હતું, ત્યારે આજે સતત બીજા દિવસે મંદિર નંબર 17 પાસે રીંછ જોવા મળ્યુ છે.ગબ્બર પરિક્રમા માર્ગ ખાતે સતત છેલ્લા બે દિવસથી રીંછ જોવા મળતા હવે પરિક્રમા કરવા માટે આવી રહેલા માઈ ભક્તોની સુરક્ષા સામે સવાલો ઉભા ઉઠ્યા છે. આજે પોલપચા ખાતે મંદિર નંબર 17 ખાતે રીંછ જોવા મળ્યુ હતુ. આ વિસ્તારમાં મોટી સંખ્યામાં રીંછ વસવાટ કરે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application