બારડોલી નર્સિંગનો અભ્યાસ પૂર્ણ કરતી યુવતી મહંમદ હનીફ ચાંદે પોતાના ઘરમાં ગળે ફાંસો ખાઈ લટકી જઈ આપઘાત કર્યો હતો. બારડોલી પોલીસે યુવતીની માતાની ફરિયાદ આધારે પાલિકા કોંગેસ કોર્પોરેટરના પુત્ર શાહરૂખ પટેલ ઉર્ફે શાહરૂખ ભંગાર સામે ફરિયાદ નોંધાવી હતી. શાહરૂખ સાત વર્ષથી વિધાર્થીની ને પ્રેમ જાળમાં ફસાવી છેવટે લગ્ન કરવાની ના પાડી અન્ય જગ્યા પર સગપણ કરી લેધુ હતું જેથી યુવતી હતાશ થઈ આત્મહત્યાનું પગલું ભર્યું હતું, બનાવ અંગેની ફરિયાદ આપતા પોલીસે મોત અંગે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસે મરનાર યુવતીની માતાની ફરિયાદ આધારે ઈસરોલી નજીકમાં આવેલ અહેસાન પાર્ક સોસાયટીમાં રહેતા બારડોલી નગર-પાલિકાની પૂરી થયેલી ટર્મના કોંગ્રેસના કોર્પોરેટર કાસમ પટેલના પુત્ર શાહરૂખ કાસમ પટેલ વિરુદ્દ નર્સિંગની વિધાર્થીની આત્મહત્યાનો ગુનો દાખલ કરી ધોખેબાજ પ્રેમી શાહરૂખની ધરપકડની પ્રક્રિયા ચાલુ કર્યા હોવાનું જાણવા મળેલ છે. નગર-પાલિકાના ગત ટર્મના નગરસેવક અને કોંગ્રેસની ટીકીટ ઉપરથી ચૂંટાયેલ કાસમભાઈ પટેલ વિવિધ પ્લાસ્ટીક,લોખંડ,પસ્તી, તેમજ ભંગારનું મોટું કામકાજ ધરાવતા હોઈ તેનો પુત્ર શાહરૂખ પણ પિતાના વ્યવસાયમાં જોડાઈ ગયો હતો.
સાત વર્ષા પહેલા આશીયાના નગરમાં આવેલી ભારત બેકરી પાછળ રહેતા મહમદ હનીફ ચાંદની પુત્રી સાથે તેને પ્રેમ થતા બંને પ્રેમ-સબંધ માં બંધાયા હતા. સાત વર્ષ સુધી પ્રેમ કર્યા બાદ યુવતીએ લગ્ન ની જીદ કરતા શાહરૂખ એ લગ્ન માટે ના પાડી તેણે તરછોડી અન્ય યુવતી સાથે સગાઈ કરી લીધી હતી અને પોતાની સાથે પ્રેમ-સબંધ નું નાટક કરી છેવટે દગો આપનાર પ્રેમીની છેતરપિંડી સહન ના કરનાર યુવતી ડીપ્રેશન માં આવી જતા ૨૮-મી ડીસેમ્બર ના રોજ પોતાના ઘરમાં લોખંડના હુકમાં ઓઢણી બાંધી ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. યુવતીની આત્મહત્યા બાદ બધી મુશીબતો પતિ ગઈ હોવાનું માની શાહરૂખ બિન્દાસ પણે ગામમાં રખડવા લાગ્યો હતો. પરંતુ યુવતીની આત્મહત્યા બાદ તેની માતાએ બારડોલી પોલીસને આપેલી માહિતી મુજબ મરનાર યુવતીને શાહરૂખ સાથે પ્રેમ હોવાનું અને તેને શાહરૂખ દ્વારા તરછોડવાની ઘટના બહાર આવતા મૃતક યુવતીની માતાની ફરિયાદ આધારે બારડોલી પોલીસે શાહરૂખ વિરુદ્ધ ગુનો નોંધી ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500