સુરત-નવસારી જિલ્લાને જોડતા બારડોલી-નવસારી સ્ટેટ હાઇવે પર પૂર્ણા નદી પરના ગુરૂકુળ સુપા નજીક આવેલ પુલ પર મંગળવાર ના રોજ ભયજનક સપાટી સુધી પાણીનું લેવલ પહોંચી જતા પોલીસકર્મીઓને તૈનાત કરાતાની સાથે પુલ પર વાહનવ્યવહાર બંધ કરવામાં આવ્યો હતો.
જ્યારે રવિવાર અને સોમવારના રોજ ઉપરવાસમાં પડેલા વરસાદને લઈ પુર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા પાણી પુલની ઉપરથી પસાર થયું હતું. પરિણામે પોલીસ બંદોબસ્ત વધારી દીધો હતો.પોલીસ તંત્ર સાથે નવસારી જિલ્લાનું વહીવટીતંત્ર સાબદું થયું છે. અને મોટી સંખ્યામાં લોકો પાણી જોવા માટે પુલ નજીક આવી રહ્યા છે. તો બીજી બાજુ આ સ્ટેટ હાઇવે બંધ કરાતાની સાથે જ નોકરિયાત,ધંધાર્થીઓ તેમજ વિદ્યાર્થીઓ ની અવરજવારનો રસ્તો જ બંધ થઈ જતા મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો.પરવાસમાં આવેલ ધોધમાર વરસાદને પરિણામે ઠેર ઠેર જનજીવન ખોરવાય જવા પામ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application