મઢી ગામ માંથી પસાર થતી ગુણવંતી નદી પર સાંકડા પુલને દુર કરી તે જગ્યાએ નવા બ્રીજનું નિર્માણ કાર્ય શરૂ કરાયું છે. નવો પહોળો બ્રીજ બનવાને કારણે મઢી-સુરલીમાંથી પસાર થતા સ્ટેટ હાઈવેને પણ પહોળો કરવા રોડ માર્જિનમાં આવતી દુકાનોનું ડીમોલીશન કરવા દરમિયાન ગટરલાઈન તૂટેલી હોવાથી બહાર વહેતા પાણીથી તૂટેલા રસ્તામાં ખાબોચિયા ભરાઈ રહ્યા છે.
સતત ટ્રાફિકથી ધમધમતા મઢી રોડ પર રોજે-રોજ મોટરસાઈકલો પાણીમાં લપસીને અકસ્માતનો ભોગ બની રહ્યા છે. મઢી ગ્રામ પંચાયતના કારભારીઓએ ગટરલાઈન ઠીક નહિ કરાવતા સાંજે સુરાલી ગામના ઠાકોરભાઈ ખેંગાર પોતાની મોપેડ બાઈક પર પસાર થઈ રહ્યા હતા, તે દરમિયાન લપસીને તૂટેલા રસ્તા સાથેની ગટરના પાણીમાં બાઈક સાથે નીચે પડતા તેની પાછળ આવી રહેલ એક ટ્રક (નં./જીજે/13/ડબ્લ્યુ/3311)ના ચાલકે આગળ અચાનક બાઈક પરથી પડી ગયેલા ઠાકોરભાઈ ખેંગારને બચાવવા દરમિયાન ટ્રકનું વ્હીલ તેના પરથી ફરી વળતા ઘટના સ્થળે જ ઠાકોર ભાઈ નું મોત નીપજ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application