બારડોલી તાલુકાના કડોદ ગામના ગામીત ફળીયામાં રહેતો 31 વર્ષીય સાગર યોગેશભાઈ શાહ મજુરી કામ કરી પોતાનું તથા પરીવારનું ગુજરાન ચલાવતો હતો. રાત્રે સાગરભાઈની પત્ની જીગ્નીષાબેન ફળિયામાં આવેલા પોતાના પિયરમાં રસોઈ બનાવવા માટે પુત્ર ઉદય સાથે ગઈ હતી. તે સમયે પતિ ઘરમાં એકલો જ હતો.
પત્ની રસોઈ કરી લગભગ 9 વાગે પોતાના ઘરે પરત ફરી હતી તે સમયે ઘરનો દરવાજો ના ખુલતા ધક્કો મારી દરવાજો ખોલ્યો હતો અને અંદર રસોડામાં જઈને જોતા સાગરે લોખંડની એંગલ સાથે ગળે ફાસો લગાવી લીધો હતો તેને તાત્કાલિક નીચે ઉતારી કડોદ હોસ્પીટલમાં લઈ જવામાં આવ્યો હતો જ્યાં ફરજ પરના તબીબે સાગરને મૃત જાહેર કર્યો હતો. આ બનાવ અંગે પોલીસે મૃતકની પત્ની જીગ્નીષાબેનની ફરિયાદ લઈ આક્સ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application