Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

બારડોલી : પોલીસને જોઈ બુટલેગર મહિલા દારૂ ફેંકી ફરાર

  • January 14, 2021 

કામરેજ તાલુકાના વાવ ગામે ભાલીવાડામાં રહેતી કરિશ્મા અજય ભાલિયા નામની મહિલા બુટલેગર છેલ્લા ઘણા સમયથી પોતાની મોપેડ બાઈક નં.જીજે/05/એફયુ/2290 પર ભારતીય બનાવટનો વિદેશી દારૂ જોખા ગામથી વાવ ગામ તરફ જતા નહેર વાળા રોડ ઉપર હેરાફેરી કરીને તે દારૂ વેચવાનો ધંધો કરી રહી હોવાની બાતમી કામરેજ પોલીસને મળી હતી.

 

 

 

મળતી માહિતી મુજબ પો.કો.ગુલાબ કરશન, એ.એસ.આઈ. બિપિન રતના, હે.કો. મહેશ, પો.કો.લક્ષ્મણ તથા મહિલા પો.કો.ચેતનાબેન વોચ ગોઠવી હતી. તે દરમિયાન આ મહિલા બુટલેગર ત્યાં પોતાના મોપેડ બાઈક પર દારૂના બોક્સ અને થેલા લઈને આવી પહોચતા પોલીસે તેનો પીછો કરી અટકવાની કોશિષ કરી રહી હતી. પરંતુ મહિલા બુટલેગર કરિશ્મા ભાલિયા મોપેડ પરથી દારૂની બોટલ ભરેલા બોક્સ અને થેલા ફેંકી મોપેડ લઈને ભાગી છુટી હતી. પોલીસે મહારાષ્ટ્ર બનાવટની ભારતીય બનાવટની વિદેશી દારૂની 198 બોટલો કીંમત રૂપિય 23,400/-નો મુદ્દામાલ કબ્જે લઈ પોલીસે ભાગી છુટેલી મહિલા બુટલેગર કરિશ્મા અજય ભાલિયા વિરુદ્દ ગુનો નોંધી તેની ધરપકડ કરવા માટે શોધખોડ શરૂ કરી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application