કામરેજથી કડોદરા તરફ જતા નેશનલ નંબર-48નાં સર્વિસ રોડ પર વલથાણ પાટીયા પાસેનાં ટર્નિંગ પર ચોમાસામાં આખા સર્વિંસ રોડ પર આખું ફોર વ્હીલ ગાડી સમાઇ જાય તેટલો 10 થી 15 ફૂટ મોટો આડો ખાડો પડ્યો છે. ઉંભેળ વલથાણ હાઇવે પર થતા સતત ટ્રાફિક જામમાં અનેક નાના-મોટા વાહનો ખાડામાં પડ્યા હતા. જે કદાચ હાઇવે ઓથારીટીનાં ધ્યાનમાં ન આવ્યું હોય કે પછી તેમના તરફથી લાપરવાહી થઇ હતી છે તે સમજની બહાર છે. જોકે હવે તો ચોમાસુ પણ પુરૂ થઇ ગયું હોવા છતાં હાઇવે ઓથોરીટીએ ખાડો પુરવાની કામગીરી કરી રહી નથી અને આ સર્વિંસ રોડ પરથી દરરોજ સેંકડો વાહનો પસાર થાય છે જયારે વધુમાં વલથાણ માંકણા વલણ પરબ રોડ પર ગામનાં લોકો પણ ફરજિયાત આજ રસ્તાનો ઉપયોગ કરતા હોય રોડનાં વળાંકમાં જ પડેલ ખાડામાં વાહન પરનો કાબૂ ગુમાવી અકસ્માતનો ભોગ બની રહ્યા છે જેથી ગામના લોકો અને અહીથી પસાર થતા વાહન ચાલકો ખુબ હાલાકી ભોગવી રહ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application