બારડોલી તાલુકાનાં વડોલી ગામના સોસાયટી ફળિયામાં 21 વર્ષીય પરિણીતાએ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. બનાવ અંગે ગુનો નોંધી પોલીસે તપાસ હાથ ધરી હતી.
સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, વાલોડ તાલુકાનાં શીકેર ગામના જાંબુડા ફળિયામાં રહેતા હરિભાઇ મંગાભાઈ નાયકાની પુત્રી કાજલ(ઉ.વર્ષ 21)ના લગ્ન ચાર વર્ષ અગાઉ બારડોલી તાલુકાનાં વડોલી ગામે સોસાયટી ફળિયામાં રહેતા અનિલ બાબુ હળપતિ સાથે થયા હતા. ચાર વર્ષના લગ્ન ગાળા દરમ્યાન તેમને બે વર્ષનો એક પુત્ર પણ છે.
કાજલે પોતાના ઘરના છતના આડા લોખંડના એંગલ સાથે કપડાંની ઓઢણી બાંધી ગળે ફાંસો ખાઈ લીધો હતો. પત્નીને લટકતી જોતાં તેનો પતિ તાત્કાલિક સરભોણ ખાનગી દવાખાને લઈ ગયો હતો જ્યાં પ્રાથમિક સારવાર બાદ તેણીને બારડોલીની સરદાર સ્મારક હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં ફરજ પરના તબીબે તેણીએ મૃત જાહેર કરી હતી. આ ઘટના અંગે બારડોલી પોલીસને જાણ થતાં પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500