એલ.સી.બી પોલીસ સ્ટાફના માણસોએ અલગ-અલગ ટીમ બનાવી જિલ્લાનાં પલસાણા, કડોદરા તથા બારડોલીનાં વિસ્તારમાં પેટ્રોલીંગમાં નીકળ્યા હતા. તે દરમિયાન ઉમરાખ ગામની સીમમાં દારૂના કાર્ટિંગનું નેટવર્ક ઝડપી પાડ્યું હતું. પોલીસે સ્થળ પર રેડ કરતાં જ દારૂનું કાર્ટિંગ કરવા આવેલા શખ્સોમાં ભાગદોડ મચી ગઈ હતી. જોકે, પોલિસે મુખ્ય બુટલેગર સલામ અબ્દુલ હનીફ શાની ધરપકડ કરી હતી જ્યારે બાબુ મારવાડી સહિતના 16 જણાને વોન્ટેડ જાહેર કર્યા હતા.
સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, સુરત જિલ્લા એલ.સી.બી.ની ટીમ સુરત જિલ્લાના કડોદરા, પલસાણા અને બારડોલીનાં વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી. તે સમયે મળેલ ખાનગી બાતમીના આધારે, ગંગાધરા ખાતે રહેતા લિસ્ટેડ બુટલેગર સલામ અબ્દુલ હનીફ શા તથા કલામ અબ્દુલ હનીફ શા એક ટ્રકમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો મંગાવી બારડોલી તાલુકાનાં ઉમરાખ ગામે મલથાણા ફળિયામાં ઉમરાખથી કારેલી જતી માઇનોર નહેર પાસે અન્ય વાહનોમાં સગેવગે કરે છે. પોલીસે બાતમીના આધારે સ્થળ પર રેડ કરતાં સ્થળ પર કાર્ટિંગ કરેલા ઈસમોમાં નાસભાગ મચી ગઈ હતી. પોલીસે સ્થળ પરથી સલામ અબ્દુલ હનીફ શાને પકડી લીધો હતો અને પરથી 289 બોક્સમાંથી વિદેશી દારૂની 10 હજાર 968 બોટલો મળી આવી હતી જેની કીંમત રૂપિયા 14,85,600/- તેમજ એક ટ્રક અને ત્રણ ફોરવ્હીલ કાર મળી કુલ રૂપિયા 35,85,600/-નો મુદ્દામાલ જપ્ત કરી પોલીસે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500