Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

બારડોલી ૧૮૧ મહિલા હેલ્પલાઈન ટીમ દ્વારા આંગણવાડીવર્કર બહેનો સાથે મળી ‘મહિલા સુરક્ષા દિવસ’ અને ‘વિશ્વ સ્તનપાન સપ્તાહ’ની ઉજવણી કરાઈ

  • August 02, 2024 

મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગુજરાત સરકાર દ્વારા આયોજીત 'નારી વંદન ઉત્સવના પખવાડિયા અંતર્ગત' તારીખ ૦૧/૦૮/૨૦૨૪નાં રોજ મહિલા સુરક્ષા દિવસ નિમિત્તે  પલસાણા અને બારડોલી તાલુકા પંચાયત ખાતે તાલુકાની તમામ આંગણવાડી વર્કર બહેનોનું મીટીંગ યોજવામાં આવી હતી. મીટીંગ દરમ્યાન ૧૮૧ બારડોલી ટીમ હાજર રહી હતી ૧૮૧ અભયમ ટીમનાં કાઉન્સેલર દ્વારા ૧૮૧ મહિલા અભયમ હેલ્પલાઇન વિશેની માહિતી આપવામાં આવેલ હતી.


જેમાં મહિલાઓએ પોતાની આત્મસુરક્ષા કેવી રીતે કરવી, સ્ત્રી સશક્તિકરણ કોને કહેવાય, એ ઉપરાંત સરકાર દ્વારા મહિલાઓની  સુરક્ષાની વ્યવસ્થાના ભાગરૂપે અન્ય સંસ્થાઓ, આશ્રયગૃહો  વિશે માહિતગાર કરવામાં આવેલ  તેમજ આશાવર્કર બહેનોને મહિલાઓ પર થતા શારીરિક, માનસિક કે જાતીય અત્યાચાર ઘરેલુ હિંસા સહિતના અન્ય પ્રકારની હિંસાના કિસ્સામાં મળતી મદદ માટેનું માર્ગદર્શન પૂરું પાડવામાં આવેલ હતું.


આશાવર્કર બહેનોને યોગ્ય સલાહ સુચન અને માર્ગદર્શન આપવામાં આવેલ હતા. ત્યારબાદ ૧૮૧ એપ્લિકેશન, ૧૮૧ અંગે માહિતી આપેલ પેમ્પલેટ વિતરણ કરેલ હતા. ગુજરાત રાજ્યની બધી જ મહિલાઓ તેમજ દીકરીઓ મુશ્કેલીના સમયે ડરીને નહીં પરંતુ હિમ્મત રાખીને ૧૮૧ અભયમનો લાભ લઈ શકે એવી બારડોલી ૧૮૧ ટીમ દ્વારા ઈચ્છા વ્યક્ત કરવામાં આવી હતી. બારડોલી ૧૮૧ મહિલા હેલ્પલાઈન ટીમ દ્વારા મીટીંગમાં આવેલ તમામ આંગણવાડીવર્કર બહેનોને મહિલા સુરક્ષા દિવસની શુભેચ્છાઓ આપવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News