Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

બારડોલી 181 મહિલા હેલ્પલાઈન ટીમની કામગીરી : પતિ-પત્ની વચ્ચે સુ:ખદ સમાધાન કરાવી ઘર સંસાર તૂટતા બચાવ્યો

  • October 27, 2024 

ગુજરાત સરકાર મહિલાઓ પ્રત્યે ખૂબ જ સંવેદનશીલ છે તેનું જવલંત ઉદાહરણ સુરત જિલ્લા ખાતે આવેલ બારડોલી 181 અભયમએ પૂરું પાડ્યું છે. પલસાણા તાલુકાના ગ્રામ્ય વિસ્તાર માંથી એક પીડીતા મહિલા દ્વારા 181 અભયમ મહિલા હેલ્પલાઇનમાં ફોન કરી જણાવેલ કે તેમના પતિ ખોટી શંકા કરી વારંવાર ઝઘડા કરે છે. તેમજ કેફી દ્રવ્યોનું સેવન કરી ઘરે આવે છે અને ખુબ જ શારીરિક-માનસિક ત્રાસ આપે છે. તેથી 181ની મદદની જરૂર છે. જેના પગલે 181ના કાઉન્સેલર, મહિલા પોલીસ કોન્સ્ટેબલ પાઇલોટ તાત્કાલિક બારડોલીથી નીકળી ઘટના સ્થળ પર પીડિતા મહિલાની મદદ માટે દોડી ગયા હતા. પીડિતા મહિલાના કાઉન્સેલિંગ દરમ્યાન જાણવા મળ્યું કે તેમના લગ્નને 12 વર્ષ જેટલો સમયગાળો થયો છે.


સંતાનમાં 3 બાળકો છે.પીડિતા મહીલા તેમના સાસુ સાથે સયુંક્ત કુટુંબમાં રહેતા હતા. પીડિતા મહિલાના પતિ છેલ્લા દસ વર્ષથી અવાર-નવાર ઝઘડો કરી ને તેમને હેરાન કરતા હતા. પીડિતા મહીલાના પતિ મજૂરી કામ કરતા હતા. પરંતુ કામમાં પણ પૂરતું ધ્યાન આપતા નથી અને મહિનાના દિવસો પુરા ભરતા નો હતા. પીડિતા ના પતિ જે કામ ધંધો કરે છે એ પૈસા પણ વ્યસન કરવામાં વેડફી નાખે છે અને ઘર ખર્ચ માટે પૈસા પણ આપતા નથી તેમજ જીવન જરૂરિયાત ચીજવસ્તુ પૂરું પાડતા નથી અને પીડિત મહિલા પોતે બહાર જઈને કામ કરવાનું કહે તો તેમને ઘરની બહાર જવાની ના પાડે છે. પીડિતા તેમની અને તેમના બાળકોની નાની નાની જરૂરિયાત માંટે તેમના સાસુ પાસેથી પૈસા માંગવા પડતા હતા.


પીડિતા મહિલાના પતિ અવાર-નવાર કેફી દ્રવ્યોનુ સેવન કરીને ઘરે આવી ખૂબ જ અપશબ્દો બોલતા હતા. તેથી તેમના પતિ ને સમજાવવા 181ની મદદ લીધેલ છે. 181 ટીમે પીડિતાના પતિને સમજાવેલ કે તમારી ખોટી શંકાઓ ના કારણે તમારા લગ્ન જીવનમાં ઘણી સમસ્યાઓ આવી રહી છે અને તમે આવું વર્તન કરીને તમારી પત્નીને ને ખૂબ જ માનસિક ત્રાસ આપી રહ્યા છો.વ્યસન કરવું એ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે અને આવી રીતે વ્યસન કરવું જોઈએ નહીં. તેમજ કડક શબ્દોમાં કાયદાનું ભાન કરાવેલ.ત્યારબાદ કાઉન્સેલિંગ દરમ્યાન પિયર પક્ષ અને સાસરી પક્ષને સાથે રાખીને ઝીણવટપૂર્વક સમસ્યા અંગેની ચર્ચા કર્યા બાદ બાળકના ભવિષ્યના મુદ્દાને નજર સમક્ષ રાખી પીડિતા ના પતિ અને બંને પરિવારના સભ્યોની સાથે રાખી લગ્ન જીવન ના તુટે તેવી કાયદાકીય સલાહ, સૂચન, માર્ગદર્શન આપેલ હતી. જેથી  પીડિતાના પતિએ તેની ભૂલ સ્વીકાર કરી માફી માગેલ અને હવે પછી તેની પત્નીને હેરાન નહી કરે તેમજ પત્ની અને બાળકોની તમામ જવાબદારીઓ પૂરી કરશે તેવું જણાવેલ. પીડિતાના પતિની જવાબદારી તેના ઘરના વડીલોએ લીધેલ તેથી. પતિ-પત્ની વચ્ચે થતા ઝઘડાનું સુખદ નિરાકરણ કરવામાં આવેલ અને ઘર સંસાર તૂટતા બચાવ્યો હતો. આમ પારિવારિક સમસ્યાનું સુખદ સમાધાન થતા બંન્ને પક્ષ દ્વારા 181 અભયમ ટીમનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરેલ હતો.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application