માંગરોળ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાંથી એક પીડિતા મહિલા દ્વારા ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇનમાં ફોન કરી જણાવેલ કે, તેમના પતિ કેફી દ્રવ્યોનું સેવન કરી ઘરે આવે છે અને નશાની હાલતમાં આત્મહત્યા કરવાનો પ્રયાસ કરે છે, તેમજ મારા પતિ દ્વારા મને ખુબ જ માનસિક ત્રાસ આપવામાં આવે છે જેથી આ હેરાનગતિ માંથી મને મુક્ત કરો. જેના પગલે ૧૮૧ ટીમના કાઉન્સેલર, કોન્સ્ટેબલ તેમજ પાઇલોટ તાત્કાલિક બારડોલીથી નીકળી ઘટના સ્થળ પર દોડી ગયા હતા.
પીડિતાને આશ્વાસન આપી કાઉન્સિલિંગ દરમ્યાન જાણવા મળ્યું કે તેમના લગ્નના પંદર વર્ષ થયા છે અને સંતાનમાં બે બાળકો છે. તેમના પતિ અવાર-નવાર કેફી દ્રવ્યોનુ સેવન કરીને ઘરે આવી ખૂબ જ અપશબ્દો બોલતા હોય છે અને ઘરની વસ્તુઓની તોડફોડ કરી નાખે છે. તેમજ અવાર નવાર આત્મહત્યા કરવાનો પણ પ્રયાસ કરે છે. જેથી પીડિતા ના સાસરીપક્ષ અને પિયરપક્ષ દ્વારા ઘણીવાર તેમના પતિને વ્યસન ન કરવા બાબતે સમજાવેલ પરંતુ તેમના પતિ સમજતા નો હોવાથી ૧૮૧ની ટીમની મદદ લીધી હતી.
૧૮૧ ટીમ દ્વારા બંને પક્ષોનું અસરકારક કાઉન્સેલિંગ કરી પીડિતાના પતિ ને સમજાવેલ કે વ્યસન કરવું એ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે અને આવી રીતે વ્યસન કરવું ન જોઈએ. પીડિતા ના પતિને કડક શબ્દોમાં કાયદાનું ભાન કરાવેલ જેથી પીડિતા ના પતિ તેમની ભુલ સ્વીકારી અને હવે પછી તેમની પત્નીને હેરાન નહીં કરે તેમજ તેમની પત્ની અને બાળકોની તમામ જવાદારીઓ પૂરી કરશે તેવું જણાવેલ તેથી પતિ અને પત્ની સાથે ના સમસ્યાનું સુખદ નિરાકરણ કરી તેમનો ઘર સંસાર તૂટતાં બચાવ્યો હતો. તેથી પીડિત મહિલાએ ૧૮૧ અભયમ નો આભાર માન્યો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500