Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Breaking News : વ્યારાના આ વિસ્તારમાં રાજકીય પક્ષના આગેવાનોના પ્રવેશ પર પ્રતિબંધ, લોકોએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો

  • May 14, 2022 

વ્યારાનાં કુંભારવાર વિસ્તારમાંથી શાકભાજી માર્કેટને અન્ય સ્થળ પર ખસેડવાને લઇ ઘણા સમયથી સ્થાનિક લોકો માંગ કરી રહ્યા છે. જોકે આજદિન સુધી અહીંના લોકોની રજૂઆતો અને માંગણીઓને ધ્યાને લેવામાં આવી નથી.જેને લઈ આજરોજ વ્યારામાં પ્રજાપતિ સમાજ દ્વારા આવનાર વિધાનસભાની ચુંટણીનો બહિષ્કાર કરવામાં આવ્યો છે.


વ્યારામાં પ્રજાપતિ સમાજ દ્વારા આવનાર વિધાનસભાની ચુંટણી બહિષ્કાર કરવામાં આવ્યો છે. કોઈપણ પક્ષના આગેવાનોએ કુંભારવાડ વિસ્તાર મત માટે પ્રવેશ કરવો નહીં ના બેનરો સાથે વિરોધ પ્રદર્શન કર્યો છે.આપને અહીં જણાવી દઈએ છીએકે, અહીંના વિસ્તારમાં ચાલતા શાકભાજી માર્કેટને અન્ય સ્થળ પર ખસેડવાની માંગ સાથે ઘણા સમયથી અહીંના લોકો માંગ કરી રહ્યા છે.પાલિકા સહિત જિલ્લા પ્રશાસનને પણ અનેક વાર રજુઆત કરવામાં આવી છે. તેમછતાં કોઈ યોગ્ય નિરાકરણ ન આવતા આજરોજ કુંભારવાડના લોકો દ્વારા ચૂંટણી બહિષ્કારના બેનરો સાથે જબરદસ્ત વિરોધ કરવામાં આવી રહ્યો છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application