બેંક ઓફ બરોડા સુરત જીલ્લા પ્રદેશ દ્વારા શ્યામા પ્રસાદ મુખર્જી હોલ, વ્યારા ખાતે બેંક મિત્ર એવોર્ડ અને સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં 170 થી વધુ બેંક મિત્રોએ ભાગ લીધો હતો. બેંક ક્ષેત્રમાં ઉત્તમ કાર્ય કરી રહેલા બેંક મિત્ર માટે વિવિધ યોજના,જન સુરક્ષા યોજના PMJJBY PMJSBY, અટલ પેન્શન યોજના, સુકન્યા સમૃદ્ધિ યોજના, લોન લીડ જનરેશન, PM જન ધન એકાઉન્ટ ઓવરડ્રાફ્ટ અને NPA રિકવરી માટે. બેંક ઓફ બરોડાના રીજીયોનલ મેનેજર દ્વારા વિવિધ બીસીઓને બેંક મિત્ર એવોર્ડ અને પ્રમાણપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે રીજીયોનલ મેનેજર શ્રી ચંદ્રકાંત ચક્રવર્તીજીએ બેંકમિત્રોને બેંક અને સરકારની વિવિધ યોજનાઓ વિશે માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે બેંકની વિવિધ યોજનાઓ સાથે આપણે સૌએ જોડાઈએ જેથી તેમનો વિકાસ થાય. PMJJBY અને PMSBY જેવી યોજનાઓમાં વધુને વધુ લોકો જોડાય એ આપણી સામાજિક જવાબદારી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application