આગામી તા.૧૪/૦૧/૨૦૨૧ ના રોજ ઉત્તરાયણનો તહેવાર તેમજ અન્ય તહેવારો દરમિયાન સ્કાયલેન્ટર્સ(ચાઇનીઝ તુકકલ) ઉડાડતા હોઇ આવા સ્કાયલેન્ટર્સ હવામાં પવન સાથે ઉંચે ઉડાન કર્યા બાદ ગમે તે જગ્યાએ જેવા કે મકાનો, ઍપાર્ટમેન્ટ, વીજ થાંભલાઓ, ખેતરો કે જંગલોમાં પડી શકે છે અને તેમાં રહેલી આગને કારણે ગમે તે જગ્યાએ આગ-અકસ્માત કે ગંભીર હોનારતો સર્જાવાની પુરેપુરી સંભાવના રહેલી છે.
જેને અનુલક્ષીને અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ બી.બી.વહોનીયાએ સમગ્ર તાપી જિલ્લાના હદ વિસ્તારમાં સ્કાયલેન્ટર્સ(ચાઇનીઝ તુકકલ/ફાનસ) વેચાણ કરવા કે ઉડાડવા પર તેમજ પતંગ ચગાવવાના દોરી ચાઇનીઝ માંઝા/નાયલોન પ્લાસ્ટીક દોરી, કાચ પાયેલી તથા અન્ય હાનિકારક પદાર્થોથી કોટીંગ કરેલી દોરી, સિન્થેટીક માંઝા, સિન્થેટીક પદાર્થથી કોટીંગ કરેલા હોય અને બાયોડિગ્રેડેબલ હોય તે દોરી/ચાઇનીઝ માઝા વેચવા પર તા.૨૫.૦૧.૨૦૨૧ સુધી પ્રતિબંધ ફરમાવ્યો છે. આ હુકમનો ભંગ કરનાર વ્યકિત સજાને પાત્ર થશે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500