નવા વર્ષની ઉજવણી ગોવા જઇને કરવાનું પ્લાનિંગ કરતા હોય અથવા તો ગોવા ફરવા ગયા હોય એમને માટે આંચકાજનક સમાચાર સામે છે. ગોવા સરકારે બીચ ઉપર શરાબનાં સેવન ઉપર પ્રતિબંધ મૂકી દીધો છે. આ સાથે જ સાગર કિનારા પર રાંધવાની પણ મનાઇ ફરમાવવામાં આવી છે. અને આદેશનો ભંગ કરનારાને રૂપિયા 50 હજાર સુધીનો દંડ ફટકારવામાં આવશે. ગોવા ટુરિઝમ ડિપાર્ટમેન્ટ તરફથી બહાર પાડવામાં આવેલા આદેશ મુજબ અનધિકૃત રીતે ચલાવવામાં આવતી બોટીંગ અને વોટર-સ્પોર્ટ્સની પ્રવૃત્તિ પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
આ સાથે જ બીજાને માટે તકલીફરૂપ હોય એવી લગભગ દસેક પ્રવૃત્તિ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે એટલે હવે બીચ પર જઇને ટેસથી આલ્કોહોલનું સેવન કરતા જે પકડાશે તેને 5 થી 50 હજાર સુધીનો દંડ ફટકારવામાં આવશે. તેમજ કિનારે આલ્કોહોલ ડ્રિંક કરનારા લોકો જ્યાં ત્યાં બોટલો ફેંકતા હોય છે. એવી જ રીતે બીચ પર ગરમાગરમ ખાણું તૈયાર કરી ટુરિસ્ટને પીરસનારાઓ પણ ફૂટી નીકળ્યા છે. આને લીધે ગોવાના સુંદર સમુદ્રતટો પર થતી ગંદકી નિવારવા માટે આ આદેશ બહાર પાડવામાં આવ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application